રસ્તામાં ઠેક-ઠેકાણે ગારા-કીચડ, વાહનો ફસાઈ જવાનો સીલસીલો યથાવત : કોઈ નેતા પગ નીચે મુક્યા વગર બાઇક ચલાવી દયે તો રૂ.1 લાખનું ઇનામ આપવાની વેપારીની જાહેરાતમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લાંબા સમયથી બિસ્માર રસ્તાને કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં કાદવ-કીચડ અને ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાયું છે, જેના કારણે વેપારીઓમાં સ્થાનિક તંત્ર અને રાજકીય નેતાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ સમસ્યા વર્ષોથી દર ચોમાસે સર્જાઈ રહી છે. છતાં આજ સુધી યોગ્ય નિરાકરણ ન આવતા વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કોન્ટ્રાક્ટર દ્વારા ખોટા ફોટા બતાવી કામ પૂર્ણ દર્શાવવાનો વેપારીઓનો આક્ષેપલાતી પ્લોટ નંબર 5 અને 6 ના વેપારી દિક્ષિત પટેલ જણાવે છે કે, છેલ્લા 1 થી 1.5 વર્ષથી નગરપાલિકા દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે. 15 થી 20 દિવસ પહેલા ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ કપચી-મેટલ તો નાખવામાં આવ્યું, પરંતુ તેના પર રોલર ફેરવવામાં આવ્યું નથી. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જતાં કોન્ટ્રાક્ટર દ્વારા ડેપ્યુટી કમિશનરને રોલર ફેરવ્યા હોવાના ખોટા ફોટા બતાવી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. હાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વેપારીઓ પોતાની દુકાને બાઇક લઇને પણ આવી શકતા નથી. માલ-સામાન ભરેલા લોડિંગ વાહનો કાદવમાં ખૂંપી જાય છે. વાહન ખૂંપી જતાં તેને બહાર કાઢવા માટે પ્રતિ વાહન 1,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે.સાંસદ, ધારાસભ્ય કે મેયર પગ ટેકવ્યા વગર બાઇક ચલાવી બતાવે તો 1 લાખનું ઇનામલાતી પ્લોટ નંબર 6 માં છેલ્લા 21 વર્ષથી વેપાર કરતા ગીરીશ સાણંદિયાએ તંત્ર અને રાજકારણીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજકીય નેતાઓને ખુલ્લો સવાલ કરતા જણાવ્યું હતું કે, સાંસદ, ધારાસભ્ય, મંત્રી કે મેયર લાતી પ્લોટમાંથી બાઇક પર પગ નીચે ટેકવ્યા વિના પસાર થઇ બતાવે તો તેને પોતાના તરફથી 1,00,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં 700 થી 800 મજૂરોને રોજીરોટી મળે છે. વેપારીઓ પાસેથી નિયમિત ટેક્સ વસૂલવામાં આવે છે અને જો ટેક્સ ભરવામાં વિલંબ થાય તો વ્યાજ વસૂલવાની કે કનેક્શન કાપવાની ધમકીઓ અપાય છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવાના નામે મીંડું છે.2022 માં ખાતમુહૂર્ત થયા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નહીં વેપારી રોહિત ચાવડાએ રોષ ઠાલવતા જણાવ્યું કે, વર્ષ 2022 માં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, છતાં આજે પણ કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. મહિને 7,500 રૂપિયા દુકાનનું ભાડું ભરીએ છીએ પરંતુ કાદવ-કીચડના કારણે ગ્રાહકો કે વેપારીઓ અંદર આવી શકતા નથી. અધિકારીઓ આવે ત્યારે કામ બતાવવામાં આવે છે અને બાદમાં કામગીરી અટકી જાય છે.સ્થાનિક વેપારીઓએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.#Morbi #MorbiNews #MorbiUpdate #LatiPlot #RoadProblem #MorbiNagarpalika #GujaratNews #MorbiTraders