મોરબી: મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા એક 57 વર્ષીય વૃદ્ધ અચાનક ઘરેથી લાપતા થતા તેમના પુત્રએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી દાખલ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રવાપર રામ રેસિડેન્સી, વૈદેહી પ્લાઝા પાસે રહેતા મોહનભાઈ દેવરાજભાઈ જીલરીયા (ઉંમર 57 વર્ષ) ગત તારીખ 22/7/2026 ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. તેઓ પોતાની સાથે કોઈ સામાન કે અન્ય વસ્તુઓ પણ લઈ ગયા નથી. તેમના પુત્ર શ્યામ મોહનભાઈ જીલરીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે આપેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના પિતા મોહનભાઈનું તાજેતરમાં જ બાયપાસ ઓપરેશન કરાવેલું છે, જેથી તેમની શારીરિક સ્થિતિ હાલ સારી નથી. સ્વાસ્થ્યને લઈને પરિવારે ભારે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસમાં ગુમસુદા અંગેની નોંધ કરાવી છે. પરિવાર દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈને પણ આ વૃદ્ધ વિશે કોઈ માહિતી મળે કે તેઓ ક્યાંય જોવા મળે, તો તેમના પુત્ર શ્યામભાઈ જીલરીયાના મોબાઈલ નંબર 9904677775 પર તાત્કાલિક સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે.#Morbi #MorbiUpdate #MissingPerson #Ravapar #MorbiPolice #MorbiNews #Help