મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને નદીના પટમાં ન જવા અને સાવચેતી રાખવા વહીવટી તંત્રની સૂચનામોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું 80% પાણી ભરાઇ ગયેલ છે. ડેમમાં પાણીની 136 ક્યુસેક આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં આવી શકે છે. આથી જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ અધિકારી તથા અધિક્ષક ઈજનેરને જાણ કરી નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલ્કત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત કરવામાં આવ્યા છે.નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર ગામોને પણ સાવચેત રહેવા જણાવાયું છે.#MorbiUpdate #Machhu3Dam #DamAlert #Monsoon2026 #MorbiNews #MaliyaMiyana #GujaratRain