તા.24, 26 અને 27 જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મની ગતિવિધિ જોવા મળે તેવી શકયતામોરબી: હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે આજે નવીનતમ વેધર બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ, મોરબી જિલ્લામાં આગામી દિવસોમા એટલે કે 24 જુલાઈ 2026 થી 29 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમુક દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ખાસ શુક્રવાર અને શનિવાર આ બે દીવસ વરસાદનું જોર વધારે રહે તેવી શકયતા વ્યક્ત કરાઈ છે. દિવસ મુજબ વરસાદની વિગતવાર આગાહી: ● 24 અને 25 જુલાઈ : મોરબી જિલ્લામાં મોટાભાગના (most) સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની પૂરી સંભાવના છે.● 26 અને 27 જુલાઈ: જિલ્લામાં ઘણા (many) સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ● 28 જુલાઈ: મોરબીના થોડા (a few) વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.● 29 જુલાઈ: જિલ્લામાં માત્ર છૂટાછવાયા (isolated) સ્થળોએ જ હળવો વરસાદ પડી શકે છે.ગાજવીજ અને પવનની વિશેષ ચેતવણી (Weather Warning):હવામાન વિભાગની આગાહી અનુસાર, મોરબી જિલ્લામાં 24 જુલાઈ, 26 જુલાઈ અને 27 જુલાઈએ છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે થન્ડરસ્ટોર્મની ગતિવિધિ જોવા મળી શકે છે. આ દરમિયાન સપાટી પર 30 થી 40 kmph ની ઝડપે પવન ફૂંકાવાની અને સાથે હળવો થી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.કયા જિલ્લા રેડ એલર્ટ ?● 24 જુલાઈ : ગુજરાત પ્રદેશના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નાગર હવેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ (Extremely/Exceptionally Heavy Rain) ની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ● 25 જુલાઈ : ઉત્તર અને મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. #Morbi #MorbiUpate #MorbiWeather #GujaratWeather #IMD #WeatherForecast #RainForecast #Monsoon2026 #MorbiNews