રથયાત્રા, ભજન સંધ્યા, ગુરુ પૂજન, મહાપ્રસાદ અને 2500 છોડના વિતરણ સહિતના વિવિધ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો યોજાશેમોરબી: થાનગઢ સ્થિત જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તારીખ 28/07/2026 ને મંગળવાર તથા 29/07/2026 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે ગુરુદેવ 1008 ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ)ના આશીર્વાદથી વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે. 28 જુલાઈ (મંગળવાર) ના કાર્યક્રમો:• સંપુટ પાઠ: સવારે 8:30 થી સાંજે 5:00 કલાક સુધી નકલંક ગૌ સેવા સંપુટ મંડળ દ્વારા સંપુટ પાઠ યોજાશે.• ભવ્ય શોભાયાત્રા: સાંજે 5:00 કલાકે બાપુની રથયાત્રા રામ રથ પર નીકળશે.• પ્રસાદ: સાંજે 7:00 કલાકે દેશી ચુલા ઢોસા અને લાઈવ જલેબીનો પ્રસાદ યોજાશે.• ભજન સંધ્યા: રાત્રે 9:00 કલાકે પ્રખ્યાત કલાકારો વિવેક સંચાલા, સાગર પ્રજાપતિ અને લખન ઠાકોર ભજનની રમઝટ બોલાવશે.29 જુલાઈ (બુધવાર - ગુરુપૂર્ણિમા) ના કાર્યક્રમો:• ગુરુ પૂજન વિધી: સવારે 9:00 કલાકે ટ્રસ્ટી મંડળ તથા તમામ ગુરુ ભાઈ-બહેનો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવશે.• ધ્વજાજી આરોહણ: સવારે 10:00 કલાકે ધ્વજાજી આરોહણ વિધી યોજાશે.• ગુરુ મહાપ્રસાદ: બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે, જેમાં બ્રહ્મ સમાજ માટે વિશેષ બ્રહ્મ ચોર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.• વૃક્ષારોપણ અને છોડ વિતરણ: પર્યાવરણ જતન માટે સવારે 9:00 થી 12:00 કલાક દરમિયાન 2500 વૃક્ષના છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશેઆ મહોત્સવમાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિંહોરા, મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડી DySP રબારી, થાનગઢ નગરપાલિકા પ્રમુખ પ્રફુલ્લસિંહ રાણા સહિત રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ હાજરી આપશે.જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટના ચેરમેન ઓમશંકર (રાજુભાઈ) ઠાકર તથા મેનેજીંગ ટ્રસ્ટી શાંતિલાલ દેત્રોજા સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ ગુરુભક્તોને આ મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Thangadh #GuruPurnima #JogAshram #JogdhyanpuraAshram #ThangadhNews #Surendranagar #MorbiNews #MorbiUpdates #ReligiousNews #GuruPurnima2026