સુંદરકાંડ પાઠ, મહા આરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: ગુરુભક્તોને પધારવા ભાવભર્યું નિમંત્રણટંકારા: ટંકારા તાલુકાના રાજકોટ - મોરબી હાઈવે પર આવેલા લજાઈ સ્થિત જોગ આશ્રમ ખાતે તારીખ 29/7/2026 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે આશ્રમ પરિસરમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં ગુરુ પૂજન, સુંદરકાંડ પાઠ, ધૂન, ભજન અને કીર્તન સાથે ગુરુભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે.ધાર્મિક કાર્યક્રમોની વિગત:• ગુરુ પૂજન: સવારે 7:30 કલાકે• સુંદરકાંડ પાઠ: સવારે 9:30 કલાકથી (નકલંક સંપુટ મંડળ અને વીરપર સંપુટ મંડળ દ્વારા)• મહા આરતી: સાંજે 6:30 કલાકે• મહાપ્રસાદ: સાંજે 7:00 કલાકેઆ પાવન પ્રસંગે પૂજ્ય ગુરુદેવ ધ્યાન શંકર મુક્તિનારાયણ બાપુ (જોગબાપુ)ના આશીર્વાદ, ધર્મલાભ, સત્સંગ અને સુંદરકાંડનો લ્હાવો લેવા માટે મોરબી તથા બહારગામ વસતા તમામ ગુરુભક્તોને જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ - લજાઈ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Tankara #Lajai #JogAshram #GuruPurnima #MorbiNews #MorbiUpdates #ReligiousNews #Sunderkand