ટ્રેન નંબર 22969 હવે 14:25 ના બદલે 14:05 કલાકે રવાના થશે; અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથીમોરબી: રેલવે પ્રશાસન દ્વારા પરિચાલન સંબંધિત કારણોસર ઓખા-બનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 06 ઓગસ્ટ, 2026 થી આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા 20 મિનિટ વહેલી ઉપડશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ આપેલી માહિતી મુજબ, સુધારેલી સમય-સારણી અનુસાર ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ 06 ઓગસ્ટથી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 14:25 કલાકના સ્થાને નવા સમય 14:05 કલાકે ઉપડશે. આમ આ ટ્રેન હવે 20 મિનિટ વહેલી રવાના થશે.અત્રે નોંધનીય છે કે, ઓખા રેલવે સ્ટેશનથી ઉપડ્યા બાદ ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રેક સંરચના અંગેની વધુ માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.#MorbiUpdate #RailwayNews #OkhaBanarasExpress #IndianRailways #RajkotDivision #TrainSchedule