મામલતદાર કચેરીમાં એક જ કોમ્પ્યુટર અને BSNL નું સર્વર ઠપ્પ રહેતા ખેડૂતોના ધક્કા: તલાટી મંત્રીના દાખલા બેંકોમાં ચલાવવા માંગમોરબી: મોરબી તાલુકામાં ખેડૂતોને ધિરાણ કે અન્ય વહીવટી કામગીરી માટે 7/12 ના દાખલાની સતત જરૂરિયાત રહે છે. જોકે, બેંકો અને અન્ય વિભાગો માત્ર મામલતદાર કચેરીમાંથી નીકળેલા 7/12 ના દાખલા જ માન્ય રાખે છે અને ગ્રામ પંચાયત કે ઓનલાઈન કાઢેલા દાખલા સ્વીકારતા નથી. આ સમસ્યા અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.મામલતદાર કચેરીમાં સર્વર ડાઉન રહેતા ખેડૂતો પરેશાનરજૂઆતમાં જણાવ્યા અનુસાર, મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં માત્ર 1 જ કોમ્પ્યુટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત BSNL ટાવરના કારણે સર્વર સતત ધીમું ચાલે છે અથવા ઠપ્પ થઈ જાય છે. કચેરીના કર્મચારીઓ પણ સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવે છે, જેના કારણે દુર-દૂરથી આવતા ખેડૂતો સવારથી સાંજ સુધી મામલતદાર કચેરીમાં બેસી રહે છે અને આખરે ખાલી હાથે પાછા ફરવા મજબૂર બને છે.ગ્રામ પંચાયતના દાખલા માન્ય રાખવા માંગણીગ્રાહક સુરક્ષા મંડળે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી પણ સરકારી અધિકારી જ છે, તો તેમની સહીથી નીકળતા 7/12 ના દાખલા શા માટે માન્ય ન ગણાય? જો ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી દ્વારા કાઢી આપવામાં આવેલા દાખલા બેંક ધિરાણ તેમજ અન્ય વહીવટી કામગીરીમાં માન્ય રાખવામાં આવે, તો ખેડૂતોને ધક્કામાંથી મુક્તિ મળે અને મામલતદાર કચેરી પરથી કામનું ભારણ પણ ઓછું થઈ શકે.મુખ્યમંત્રી અને કલેક્ટરને પણ નકલ મોકલાઈ ખેડૂતોના હિતમાં અને કામના ભારણને ધ્યાનમાં રાખીને આ બાબતે યોગ્ય અને સત્વરે નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી મામલતદારને પણ રવાના કરવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #FarmersIssue #7_12Extract #JitubhaiVaghani #MorbiCollector #GujaratNews #Morbi