24 જુલાઈથી 28 જુલાઈ સુધી નવું રજિસ્ટ્રેશન અને અરજી એડિટ કરી શકાશે: પૂરક પરીક્ષા પાસ ઉમેદવારો પણ ભાગ લઈ શકશેમોરબી: રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓના હિત તેમજ વિવિધ યુનિવર્સિટીઓની રજૂઆતોને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) હેઠળ સ્નાતક (UG) પ્રવેશ વર્ષ 2026-27 માટે ખાલી બેઠક આધારિત કાઉન્સિલિંગ (VSBC) લંબાવેલ રાઉન્ડની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયાનું નવું શિડ્યુલ• નવું રજિસ્ટ્રેશન તથા અરજી એડિટ/પ્રેફરન્સ ફેરફાર: 24/07/2026 (સવારે 11:00 વાગ્યાથી) થી 28.07.2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી)• પ્રવેશ ઓફર અને કન્ફર્મેશન મુદત: 24/07/2026 થી 31/07/2026 (કોલેજના કામકાજના સમય દરમિયાન) વિદ્યાર્થીઓ માટે મહત્વની માર્ગદર્શિકા• પૂરક પરીક્ષાના ઉમેદવારો: ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ આ રાઉન્ડમાં નવું રજિસ્ટ્રેશન કરીને પ્રવેશ મેળવી શકશે.• અરજીમાં સુધારો (Edit): જો પ્રવેશ અગાઉ કન્ફર્મ કરાવેલો હોય તો તેને પહેલા કેન્સલ કરવાનો રહેશે. દરેક વખતે અરજીમાં એડિટ કર્યા બાદ ફોર્મ ફરી સબમિટ કરવું ફરજિયાત છે.• પ્રવેશ કન્ફર્મ પ્રક્રિયા: યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા ડેશબોર્ડ પર સીધી ઓફર મૂકવામાં આવશે. ઓફર કન્ફર્મ કરી અસલ ડોક્યુમેન્ટ્સ સાથે કોલેજમાં રિપોર્ટિંગ કરી, ફી ભરીને OTP દ્વારા પ્રવેશ પાક્કો કરવાનો રહેશે.• નિયમિત ડેશબોર્ડ ચેક કરવું: વિદ્યાર્થીઓએ દરરોજ લોગ-ઈન કરીને પોતાની પ્રવેશ ઓફર ચકાસવી. દરેક ઓફર તેની 'Valid Till' તારીખ સુધી જ માન્ય રહેશે.• ખાલી બેઠકોની વિગત: પોર્ટલ પર ખાલી બેઠકોની માહિતી દર 6 કલાકે અપડેટ કરવામાં આવે છે. અધિકૃત પોર્ટલ તથા હેલ્પલાઈન• વેબસાઈટ: gcas.gujgov.edu.in• AI એજન્ટ હેલ્પલાઈન નબર: +91 79697 99680#GCAS #UGAdmission #Admission2026 #MorbiUpdate #MorbiNews #GujaratEducation #EducationUpdate #VSBCRound #StudentAlert