ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના છતર ગામની જીઆઇડીસી નજીક ગત તા.20ના રોજ રાત્રીના સમયે જીજે - 13 - એએચ - 0913 નંબરની કારના ચાલકે રોડ પર પગપાળા જઈ રહેલા અક્ષયભાઈ વાંઝા તેમજ કેવલભાઈ નામના યુવકને પાછળથી ઠોકર મારતા બન્ને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવના કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો.બનાવ અંગે ઇજાગ્રસ્ત અક્ષયભાઈના પિતરાઇ મયુરભાઈ દિલીપભાઈ વાંઝા રહે.ટંકારા વાળાએ કારચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.