મોરબી : મોરબી - કંડલા નેશનલ હાઇવે પર પરમેશ્વર કાંટા પાસે સીએનજી રીક્ષામાં ક્રુરતા પૂર્વક જીવિત પશુને લઈ કતલખાને જઈ રહેલા બે શખ્સોને મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ જીવદયા પ્રેમીની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - કંડલા હાઇવે પર સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 0655માં આરોપી મહેબૂબભાઈ અનવરભાઈ મેઘાણી રહે.ફૂલ ગલી, શક્તિ ચોક અને આરોપી હુસેનભાઈ કાસમભાઈ કટારીયા રહે.શક્તિ ચોક, કુબેરનાથ મંદિર રોડ વાળાઓ ક્રુરતા પૂર્વક એક જીવિત પાડાને રીક્ષામાં બાંધીને લઈ નીકળતા મોરબી બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમી સંદીપભાઈ રમેશભાઈ પારેજીયા રહે.મહેન્દ્રનગર, મોરબી વાળાની ફરિયાદના આધારે બન્ને વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રુરતા નિવારણ અધિનિયમ અન્વયે ગુન્હો નોંધી અબોલ જીવને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.