વાહન સબ સ્ટેશન સાથે અથડાતા સ્હેજમાં બચ્યું ; આખા લાતી પ્લોટમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય, વાહનચાલકોને ભારે હાલાકીમોરબી : મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ અને કાદવ-કીચડને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે લાતી પ્લોટ શેરી નં 6 માં કાદવને કારણે ઘડિયાળના કાર્ટુન ભરેલી એક ગાડી (ટ્રક) ખૂંપી ગઈ હતી અને આવવા જવાનો રસ્તો બંધ થયો છે. આ વાહન રસ્તામાં ફસાઈ જવાના કારણે બાજુમાં આવેલા સબસ્ટેશનને અડકતા સહેજમાં રહી ગયું હતું, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.આ અંગે કેતન રામાવતે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આખા લાતી પ્લોટમાં કાદવ-કીચડ ફેલાયેલો છે અને આ વિસ્તાર ગંદકીનું ઘર બની ગયો છે. કાદવ અને ખાડાઓને કારણે લોકોને વાહન ચલાવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ખરાબ રસ્તાઓના કારણે લોકોને દરરોજ નાની-મોટી ઈજાઓ થઈ રહી છે અને અકસ્માત થવાના બનાવો વધી રહ્યા છે.લાતી પ્લોટમાં વાહનચાલકો માટે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તા અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #LatiPlot #MorbiUpdate #MorbiNews #GujaratNews #PublicIssue #RoadCondition