એક મહિના પહેલા પોતાના ખેતરે ખેતી કરતા હતા ત્યારે બનેલી ઘટના અંગે ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા અને માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂત પોતાની વાડીએ ખેતી કરવા જતા ખેતરે ધસી આવેલ બે શખ્સોએ આ ખેતર અમારું છે કહી ખેતી કરતા અટકાવી ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી પરેશભાઈ લખમણભાઈ ભોરણીયા ઉ.35 નામના યુવકે માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી ઇકબાલ હાજી મોવર અને રણમલ દિલાવર ઉર્ફે દિલાભાઈ સામતાણી રહે.બન્ને ખીરઇ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26 જુનના રોજ તેઓ તેમની માલિકીના ખેતરમાં ખેતી કરતા હતા ત્યારે બન્ને આરોપીઓ ખેતરમાં ધસી આવ્યા હતા અને આ ખેતર અમારું છે કહી ભડાકા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.