સિરામિક ઉદ્યોગકારો અને વાહનચાલકો રોજબરોજ ટ્રાફિકમાં ફસાઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે, અધૂરો રસ્તો તાત્કાલિક પૂરો કરવા માંગમોરબી : મોરબીના સિરામિક હબ ગણાતા વિસ્તારમાં બેલા અને પીપળી વચ્ચે અધૂરા રોડના કામને લીધે વાહનચાલકો માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અગાઉ થયેલા રોડના કામમાં એક નાનો રસ્તાનો કટકો બાકી રહી ગયો છે, જેના કારણે રોજેરોજ અહીં અંદાજે 2 થી 2.30 કિમિ સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. ખાસ કરીને બપોરના સમયે અને પીક અવર્સમાં વાહનચાલકો કલાકો સુધી આ જામમાં ફસાયેલા રહે છે.આ એક મુખ્ય માર્ગ હોવાથી અહીંથી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક લોકો અને ભારે વાહનો સતત પસાર થાય છે. અધૂરા રોડના કારણે ટ્રાફિક ધીમો પડી જાય છે અને રોજ વાહનચાલકોનો કિંમતી સમય તેમજ ઇંધણ વેડફાઈ રહ્યું છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્ર દ્વારા આટલો નાનો કટકો કેમ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર અને જવાબદાર તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લ્યે અને સત્વરે આ અધૂરા રોડનું કામ પૂર્ણ કરાવે. જો તંત્ર દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવશે અને તાત્કાલિક કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં લોકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficJam #BelaPipliRoad #CeramicHub #GujaratNews #PublicIssue