ગ્રીનચોક તેમજ નવાપરા વિસ્તારમાં વરલીના આંકડા લેતા ત્રણ ઝડપાયા, ત્રણના નામ ખુલ્યાવાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે શહેરના ગ્રીનચોક તેમજ નવાપરા વિસ્તારમાં વરલી મટકાના જુગારીઓ પર ધોસ બોલાવી અલગ અલગ ત્રણ દરોડામાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.સાથે જ વરલીના આકડાની કપાત લેનાર ત્રણ આરોપીઓના નામ ખોલાવી કુલ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે ગ્રીનચોકમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી માહિર એહમદ મુસ્તાકભાઈ હેરંજા રહે.મોમીન શેરી વાળને રોકડા રૂ.400 અને 2500ના મોબાઈલ સાથે ઝડપી લઈ કપાત લેનાર આરોપી મુસ્તાક બીસ્મિલ્લાખાન પઠાણનું નામ ખોલાવી ફરાર જાહેર કર્યો હતો.જ્યારે બીજા દરોડામાં ગ્રીનચોકમાંથી જ આરોપી સંદીપ રમણિકભાઈ માણેક રહે.કડીયાવાડ વાળાને રોકડા રૂપિયા 450 તેમજ 4000ના મોબાઈલ ફોન સાથે વરલીના આંકડા લેતા ઝડપી લઈ કપાત લેનાર આરોપી જુનેદ યાકુબ ભટ્ટી રહે.નવાપરા, વાંકાનેર વાળાનું નામ ખોલાવ્યું હતું.જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે શહેરના નવાપરા વિસ્તારમાં વરલીનો જુગાર રમાડી રહેલા આરોપી સકીલ અયુબભાઈ મન્સૂરી રહે.મિલપ્લોટ વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 300 તેમજ 3500નો મોબાઈલ ફોન કબ્જે કરી આરોપી ક્રિપાલસિંહ બાબુભા દરબાર રહે.મિલનપાર્ક, વાંકાનેર વાળાનું નામ ખોલાવી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.