તંત્રને 4 વાગ્યાનું અલ્ટીમેટમ આપીને ચક્કાજામ હાલ પૂરતું મોકૂફ રખાયું મોરબી : રવાપર વિસ્તારમાં રોડના પ્રશ્ને સ્થાનિકોએ રવાપર ચોકડી ખાતે ચક્કાજામ શરૂ કર્યો હતો. સ્થાનિકોએ તંત્રને 4 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપીને ચક્કાજામ હટાવી દીધો છે. હવે સ્થાનિકો મોટી સંખ્યામાં થાળીઓ વગાડતા વગાડતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઓફિસે પહોંચ્યા છે. ચક્કાજામ હટાવ્યા બાદ તુરંત જ સ્થાનિકો મોટી સંખ્યામાં સુપર માર્કેટ સ્થિત ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસમાં પ્રવેશ કરીને મહિલાઓએ થાળીઓ વગાડીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યાલયમાં હાજર પ્રતિનિધિઓ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. સ્થાનિકોએ માંગ કરી છે કે તેમની પડતર સમસ્યાઓનો વહેલી તકે કાયમી નિકાલ કરવામાં આવે. ધારાસભ્ય કાર્યાલયે પહોંચેલા આ વિરોધ પ્રદર્શનને પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Gujarat #DurlabhjiDethariya #MorbiProtest