રવાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધી કેનાલમાં અતિ ગંદુ પાણી આવતા આરોગ્ય પર ખતરો, તાત્કાલિક અસરથી પગલાં લેવા માંગમોરબી : મોરબીના કેનાલ રોડ પર આવેલી બે અલગ-અલગ સોસાયટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને મચ્છુ મેઈન કેનાલમાં આવતા ગંદા પાણીની સમસ્યા અંગે 20 જુલાઈ 2026 ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, ઉમિયા સર્કલ પાસે કેનાલ રોડ પર આવેલી ગોકુલ મથુરા સોસાયટી અને વૃંદાવન પાર્ક સોસાયટીના રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે.રહીશોએ તેમની અરજીમાં જણાવ્યું છે કે, રવાપર ચોકડી અને તેની ઉપરના ભાગથી લઈને દલવાડી સર્કલ સુધીના વિસ્તારમાં મચ્છુ મેઈન કેનાલમાં અતિ ગંદુ પાણી આવી રહ્યું છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં ખૂબ જ ખરાબ વાસ અને દુર્ગંધ ફેલાઈ રહી છે. આ દુર્ગંધ અને પ્રદૂષિત પાણી આસપાસના લોકોના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે તેમ છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ગંદુ પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MachhuCanal #Pollution #MorbiMunicipalCorporation #CanalRoad #PublicIssue