ખાનપર, કુંભારીયા, પીપળીયા અને ઘાંટીલા ગામના 9 યુવાનો અને 5 મહિલાઓ પ્રતિક ઉપવાસમાં જોડાયામોરબી: જેતપર ખાતે ચાલી રહેલી ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે તારીખ 21-7-2026ના રોજ આંદોલન વધુ વેગવંતુ બન્યું હતું. ભારે વરસાદ વચ્ચે પણ ખેડૂતો અને આસપાસના ગ્રામજનો પોતાની માંગણીઓ સાથે અડીખમ ઉભા રહ્યા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનપર, કુંભારીયા, પીપળીયા અને ઘંટીલા ગામના ખેડૂતો આ સત્યાગ્રહમાં સક્રિયપણે જોડાયા હતા. ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે 9 ખેડૂત પુત્રો અને 5 બહેનો-માતાઓ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. વિશેષ નોંધનીય બાબત એ છે કે, આજે ચાલુ વરસાદ હોવા છતાં છાવણી ખાતે 300થી વધુ ભાઈઓ, બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂત સત્યાગ્રહને મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #KhedutSatyagraha #GujaratNews #Agriculture #KhedutAndolan