મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ પર મિલેનિયમ કારખાના નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇરફાન રફીકભાઈ સમાં રહે.સો ઓરડી મોરબી વાળાને રોકડા રૂપિયા ૩૨૦ તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.