રસ્તા પર પાવડરની ડમરીઓ ઉડતા અકસ્માત અને શ્વાસની તકલીફોનો ભયમોરબી : મોરબીના પરશુરામ ફાટકથી જુના રફાળેશ્વર રોડ પરથી પસાર થતા સફેદ પાવડર ભરેલા એક ડમ્પરમાંથી લીકેજના કારણે રસ્તા પર પાવડરની ભારે ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ વિઝિબિલિટી ઘટી જતાં અકસ્માત સર્જાવાનો પણ મોટો ભય ઊભો થયો હતો.સ્થાનિક લોકો દ્વારા ડમ્પર રોકીને ચાલકની પૂછપરછ કરવામાં આવતા ચાલકે જણાવ્યું હતું કે, ડમ્પરના પાછળના ભાગે કપડાં દબાવીને લીકેજ બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ રસ્તા પરના ખાડાઓમાં વાહન પછડાતા ફરી જગ્યા થઈ જતા પાવડર લીક થવા લાગ્યો હતો. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પાવડર કે અન્ય કેમિકલ સામગ્રી ભરેલા વાહનોને યોગ્ય રીતે સીલ અને કવર કર્યા પછી જ રસ્તા પર ચલાવવામાં આવે જેથી અન્ય લોકોને હાલાકી ભોગવવી ન પડે.#MorbiNews #Morbi #RafaleshwarRoad #ParshuramPhatak #TrafficSafety #MorbiUpdate #Gujarat #PollutionIssue