મોરબી : મોરબી તાલુકાના બેલા નજીક આવેલી ITALAKE CERAMIC Pvt. Ltd. માંથી એક 22 વર્ષીય યુવતી છેલ્લા 6 વર્ષથી લાપતા છે. મૂળ ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચાઈબાસા (તાંતનગર ઓ.પી. અંતર્ગત આવતા ચિટ્ટીમિટ્ટી ગામ) ના વતની અને સ્વ. બૈજનાથ બિરુલીની પુત્રી ઝિંગી બિરુલી ગત તારીખ 04/02/2019 ના રોજ મોરબીથી ગુમ થઈ હતી.ગુમ થનાર આશરે 22 વર્ષીય ઝિંગી બિરુલીની ઊંચાઈ 5 ફૂટ છે અને તેનો રંગ શ્યામ છે. ગોળ ચહેરો અને સાધારણ નાક ધરાવતી આ યુવતી હો અને હિન્દી ભાષા બોલી જાણે છે. લાપતા બની ત્યારે તેણે વાદળી રંગની સાડી અને બ્લાઉઝ પહેરેલ હતા. આ ઉપરાંત, તેણે હાથમાં બંગડી, કાનમાં ઝુમકા અને ગળામાં હાર પણ પહેરેલ છે.આ યુવતી વિશે કોઈપણ વ્યક્તિને માહિતી મળે તો તેઓ ઝારખંડ પોલીસનો સંપર્ક કરી શકે છે. માહિતી આપવા માટે પોલીસ અધિક્ષક (પશ્ચિમ સિંઘભૂમ ચાઈબાસા) નો સંપર્ક નંબર 9431706451, અનુમંડળ પોલીસ અધિકારી (સદર) નો નંબર 9431706453, પોલીસ નિરીક્ષક (સદર અંચલ) નો નંબર 9693342836, ઓ.પી. પ્રભારી (તાંતનગર ઓ.પી.) નો નંબર 6206178306 અથવા જિલ્લા નિયંત્રણ કક્ષ (ચાઈબાસા) ના નંબર 0658-259911, 255184 તેમજ 6206843723 પર જાણ કરી શકાશે. પોલીસ દ્વારા માહિતી આપનારનું નામ અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, તેમજ તેમને યોગ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MissingPerson #Belagam #MorbiNews #JharkhandPolice #ChaibasaPolice #ItalakeCeramic #HelpFindHer