માણેક સોસાયટીમાં રહેણાંકમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુ, જુના બસસ્ટેન્ડ તેમજ ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં પાના ટીચતા આરોપી ઝબ્બેમોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર માણેક સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપી લેવાની સાથે જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડા પાડી ૧૧ મહિલાઓ સહિત ૧૮ આરોપીઓને ઝડપી લીધા હતા.જ્યારે બી ડિવિઝન પોલીસે વીસીપરા ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ પર આવેલ માણેક સોસાયટીના આરોપી ગીરીઝાબેન મનસુખભાઇ પોપટ નામના વૃદ્ધા પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડતા અહીં જુગાર રમી રહેલા આરોપી (૧)ગીરઝાબેન મનસુખભાઇ પોપટ રહે.મોરબી વાવડીરોડ માણેક સોસાયટી (૨) નીરૂબેન બાબુભાઇ નારણભાઇ મકવાણા રહે.મોરબી, મહાવીરનગર (૩) પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઇ ગૌસ્વામી રહે.મહેન્દ્રપરા, મોરબી (૪) લીલાબેન ઉર્ફે લતાબેન ગોવીંદભાઇ હરસધીયા રહે.લાલપર (૫) મનીષાબેન ઇન્દુલાલ કાનાણી રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી (૬) ભાવનાબા ભરતસીંહ જાડેજા રહે.મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી (૭) હેતલબેન ભુપેન્દ્રભાઇ સિધ્ધપુરા રહે.મોરબી વાવડીરોડ ઉમીયાગેટ અંદર (૮) જોશનાબેન દશરથભાઇ સાવરીયા રહે.પટેલ હાઇટસ, ઉમા ટાઉનશીપ મોરબી (૯) અંજુબા ભરતસીંહ ઝાલા રહે.મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ,મોરબી (૧૦) સંગીતાબેન રમેશભાઇ કાસુન્દ્રા રહે.મોરબી રવાપર રોડ, બોનીપાર્ક મંગલમ હાઇટસ અને (૧૧) જયશ્રીબા યુવરાજસીંહ ઝાલા, રહે.મોરબી કાલીકાપ્લોટ વાળાઓ તીનપતિ રમતા ઝડપાઇ હતા.આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૩૯,૧૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) ઉસ્માનભાઇ બાદનમીયા કાદરી રહે-મોચી શેરી બાજુમા ઢાલગરા શેરી મોરબી (૨) કાસમભાઇ બશીરભાઇ ભટ્ટી રહે-જુના બસ્ટેશન પાસે ગેબનસાપીરની શેરીમા મોરબી (૩) એજાજભાઇ સિદીકભાઇ કાસમાણી રહે-નહેરૂ ગેઇટ પખાલી શેરી મોરબી (૪) આસીફભાઇ યુસુફભાઇ કચ્છિ રહે-સોનીબજાર દરીયાપુર વાળી શેરી મોરબી (૫) મુનાફભાઇ રહીમભાઇ જુનાણી રહે-સિપાઇ વાસ મોરબી (૬) મોશીનભાઇ રહીમભાઇ દલ રહે-મહેન્દ્રપરા આસ્વાદ પાન વાળી શેરી મોરબી અને આરોપી (૭) હૈદરભાઇ ઉર્ફે અકરમભાઇ હુશેનભાઇ ભટ્ટી રહે-માધાપર વાળાઓને રોકડા રૂ.૪૪૫૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે ત્રીજા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસે ફૂલછાબ કોલોની વિશિપરામાં જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી (૧) સાહીલભાઇ કરીમભાઇ નાથાણી રહે વીશીપરા મદીના સોસાયટી (૨) ઇરફાનભાઇ રહીમભાઇ સુમરા રહે વીશીપરા ફુલછાબ કોલોની અને (૩) હરેશભાઇ અમરશીભાઇ સુરેલા રહે વીશીપરા ફુલછાબ કોલોની વાળાઓને રોકડા રૂપીયા ૫૧૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.