દિલ્હીમાં ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચૂકના સમર્થનમાં સિવિલ હોસ્પિટલ નજીક ભગતસિંહના સ્ટેચ્યુ પર ચડી હાથમાં પોસ્ટરો સાથે દેખાવ કર્યોમોરબી : દિલ્હીમાં ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચૂકના સમર્થનમાં મોરબીમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. મોરબીમાં 2 યુવકોએ આ આંદોલનના સમર્થનમાં અનોખો વિરોધ નોંધાવ્યો છે.મળતી માહિતી મુજબ, 20-07-2026 ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ભગતસિંહના સ્ટેચ્યૂ પર 2 યુવકો ચડી ગયા હતા. આ યુવકોએ પોતાના હાથમાં સોનમ વાંગચૂકના સમર્થનના પોસ્ટરો લઈને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #SonamWangchuk #BhagatSingh #Protest