ઘુંટુ, જીવાપર સહિત 6 ગામના ખેડૂતો ઉપવાસ પર, છાવણીમાં 700 થી વધુ ખેડૂતોની હાજરી, રામધૂનની રમઝટ બોલીમોરબી : મોરબી નજીક જેતપર સ્થિત ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતોના હક માટેની લડત વધુ મજબૂત બની છે. આજ રોજ તારીખ 20-07-2026 ના રોજ છાવણી ખાતે વિવિધ ગામોના ખેડૂતો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ખેડૂતો અને મહિલાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે છાવણીમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપર ખેડૂત છાવણીમાં ઘુંટુ, જીવાપર, કેશવનગર, વિરાટનગર, રાજસીતાપુર અને જસમતગઢ ગામના 20 જેટલા ખેડૂત પુત્રો અને 15 બહેનો-માતાઓ પોતાના હકોની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા છે.આ ઉપરાંત, આ ખેડૂતોને સમર્થન આપવા માટે છાવણીમાં આજુબાજુના ગામોમાંથી 700 થી વધુ ખેડૂત ભાઈઓ તથા બહેનો-માતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા રામધૂન બોલાવીને શાંતિપૂર્ણ રીતે અનોખો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.#MorbiUpdate #Jetpar #KhedutChhavni #FarmersProtest #MorbiNews #GujaratFarmers #Satyagrah #PratikUpvas #Morbi