છેલ્લા 15 થી 20 દિવસથી સર્જાતો ભારે ટ્રાફિક જામ, ડિવાઇડર તાત્કાલિક બંધ કરવા ઉદ્યોગકારોની માંગમોરબી: નેશનલ હાઇવે પર સરતાનપર મેઇન રોડ ઉપર જવાના રસ્તે આવેલું ડિવાઇડર આશરે 15 થી 20 દિવસ પહેલા તોડી નાખવામાં આવતા વાહનચાલકો માટે મોટી મુસીબત ઊભી થઈ છે. આ ખુલ્લા મુકાયેલા ડિવાઇડરના કારણે હાઇવે પર રોજેરોજ ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત થવો સામાન્ય બાબત બની ગઈ છે.અગાઉ આ હાઇવે પર તમામ વાહનો ટ્રાફિક નિયમો મુજબ આગળ જઈને યોગ્ય રીતે યુ-ટર્ન લેતા હતા. પરંતુ, જ્યારથી હાઇવે ઓથોરિટી દ્વારા આ ડિવાઇડર તોડવામાં આવ્યું છે, ત્યારથી વાહનો શોર્ટકટ લઈને સીધા જ પસાર થવા લાગ્યા છે. આ આડાઅવળા ટ્રાફિક મુવમેન્ટના કારણે હાઇવે પર રોજેરોજ ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થયો છે અને સતત જીવલેણ અકસ્માતોનો ભય રહે છે.આ ગંભીર સમસ્યાને લઈને સરતાનપર રોડ પર આવેલા તમામ સિરામિક એકમોના સંચાલકો દ્વારા હાઇવે ઓથોરિટીને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. લોકોના જીવના જોખમે ઊભી થયેલી આ ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા હલ કરવા માટે તોડેલું ડિવાઇડર ઝડપથી ફરી બંધ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #SartanparRoad #NationalHighway #TrafficJam #RoadSafety #CeramicIndustry #GujaratNews #MorbiNews