કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ મહિલા કર્મચારીઓની સુરક્ષા અને મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુંમોરબી: મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સમાનતા આધારિત અને સકારાત્મક કાર્યશૈલીનું નિર્માણ થાય તે હેતુથી એક વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 16 થી 30 જૂન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓ ખાતે 'કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013' (POSH Act) અન્વયે તાલીમ અને જાગૃતિ સેમિનારો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.આ સરકારી કચેરીઓમાં યોજાયા તાલીમ કાર્યક્રમોજિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મોરબીની મુખ્ય વહીવટી કચેરીઓમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે આયોજન કરાયું હતું. કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી અપાઈઆ સેમિનારોમાં કાયદાના નિષ્ણાતો દ્વારા POSH Act ની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા વિશે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ માટે ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે મિશન શક્તિ, સંકલ્પ હબ, 181 મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ (SHe-Box) પોર્ટલ સહિતની સરકારી યોજનાઓની ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા માટે ચુસ્ત કાયદાકીય પાલનની કટિબદ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું નિરંતર આયોજન કરવામાં આવશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiNews #MorbiUpdate #POSHAct #WomenSafety #MissionShakti #MorbiAdministration #AwarenessSeminar #WomenEmpowerment