તું અમને નથી જોઈતી કહી શારીરિક માનસિક ત્રાસ આપવા મુદ્દે સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદમોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા પરિણીતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોય પતિએ તું અમને નથી જોઈતી કહી ત્રાસ આપવાનું શરૂ કરવાની સાથે સાસુ, સસરા, જેઠાણી અને નણંદ પણ કરિયાવર અને ઘરકામ બાબતે ત્રાસ આપતા હોય પરિણીતાએ કંટાળી જઈ ફીનાઇલ પી લેતા બનાવ અંગે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની માનસધામ સોસાયટી -2માં રહેતા હીનાબેન પ્રદીપભાઈ ડાભી ઉ.26 નામના પરિણીતાએ ફીનાઇલ પી લેતા બનાવ અંગે પોલીસ દોડી ગઈ હતી.સમગ્ર મામલે હીનાબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિ પ્રદીપભાઈ ગાંડાભાઈ ડાભીને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તું અમને નથી જોઈતી કહી ઘરમાંથી ધક્કા મારી કાઢી મુકવાની સાથે સાસુ દેવુબેન ગાંડાભાઈ ડાભી, સસરા ગાંડાભાઈ ડાભી, જેઠાણી હેમુબેન કલ્પેશભાઈ ડાભી અને નણંદ મીનાબેન સંદીપભાઈ પણ કરિયાવર અને ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેમને ફીનાઇલ પી લીધું હતું.બનાવ અંગે મોરબી મહિલા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.