ગુરુપૂજન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, ભાવિકોને પધારવા અનુરોધમોરબી: મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલી ઉમિયા આશ્રમ- સત્ય નારાયણ ગૌશાળા ખાતે આગામી તા. 29/07/2026 ને બુધવારના રોજ પવિત્ર 'ગુરુપૂર્ણિમા મહોત્સવ' અને 'ગુરુપૂજન' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ધાર્મિક કાર્યક્રમોની રુપરેખા• ગુરુપૂજન: તા. 29/07/2026, બુધવાર, સવારે 09:00 કલાકે• મહાપ્રસાદ: તા. 29/07/2026, બુધવાર, બપોરે 11:30 કલાકેઆ ધાર્મિક મહોત્સવનું સ્થળ ઉમિયા આશ્રમ - સત્ય નારાયણ ગૌશાળા, બાયપાસ પાસે, શનાળા રોડ, મોરબી રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે તમામ ધર્મપ્રેમી જનતાને ગુરુપૂજનનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે મહંત નિરંજનદાસજી મહારાજ અને વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #GuruPurnima #UmiyaAshram #SatyaNarayanGaushala #ShanalaRoad #ReligiousEvent #MorbiUpdates