વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અને નશાકારક દ્રવ્યોથી બચવા અંગે અપાઈ માહિતીમોરબી : પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ શહેરમાં ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી મળે તે હેતુસર શનાળા બાયપાસ ખાતે આવેલી માસુમ વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણ શાખાના સહયોગથી એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં RTO શાખાના ઇન્સ્પેક્ટર, SOG શાખા અને મોરબી 108 ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી, નશાકારક દ્રવ્યોથી કેમ બચવું, લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તેમજ રાહવીર યોજના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 108 ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ મહત્વપૂર્ણ જાણકારી મેળવી સ્કૂલના વિદ્યાર્થીઓ અભિભૂત થઈ ગયા હતા.#Morbi #MasumVidyalay #TrafficAwareness #PoliceDepartment #RTO #MorbiUpdates