9 ઓગસ્ટે હળવદમાં 'બારડોલી સત્યાગ્રહ વિજય દિવસ' ઉજાવશે, ગામે-ગામ સંગઠન ઉભું કરાશે : મોરબીમાં આયોજિત કિસાન સંમેલનમાં કરાયું એલાનમોરબી : મોરબીમાં રવાપર ચોકડી નજીક સરદાર સેના દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આગામી સમયમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ સંગઠન મજબૂત કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ સાથે આગામી 9 ઓગસ્ટના રોજ હળવદમાં 'બારડોલી સત્યાગ્રહ વિજય દિવસ' મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આખા મોરબીમાં સોસાયટીએ સોસાયટીએ અને દરેક રોડ પર ભવ્ય ઉજવણી કરવાની પણ જાહેરાત કરાઈ હતી.ખેડૂતોના હક માટે સરદાર સેના બનશે ઢાલ: નિલેશ એરવાડિયાનિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની પીડા, તેમના હક, અધિકાર અને સ્વાભિમાન માટે સરદાર સેના મેદાનમાં આવી છે. ગુજરાતમાં લડતી અન્ય સંસ્થાઓ સરકાર સામે લાલ આંખ નથી કરી શકતી, પરંતુ સરદાર સેના સરકાર સામે આંખમાં આંખ પરોવીને અવાજ ઉઠાવશે અને તાનાશાહીનો વિરોધ કરશે. આ સેનામાં 18 વર્ણના લોકો સામેલ છે જે ખેડૂતોની ઢાલ બનીને આગળ ઉભા રહેશે. તેમણે જેતપરની સભામાં આપેલા પોતાના નિવેદનને દોહરાવતા સ્પષ્ટ કર્યું હતું કે, જો સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરી ખેડૂતોને તેમના હક અને અધિકાર આપ્યા વગર જબરજસ્તીથી વીજળીના થાંભલા ખોડવામાં આવશે, તો એ થાંભલા કાઢીને 36 રૂપિયા કિલો લેખે વેચી દેવામાં આવશે. તેઓ આ નિવેદન પર આજે પણ કાયમ છે અને ભવિષ્યમાં પણ રહેશે.ગામડે-ગામડેથી લીડરોની ફોજ ઉભી કરાશે: ચિરાગ પટેલસરદાર સેનાના આગેવાન ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સરદાર એટલે લીડર અને સેના એટલે લીડરોની ફોજ. ગામડે-ગામડેથી આક્રોશિત અને નિરાશ થયેલા યુવાનોને શોધીને આવા લીડરો તૈયાર કરવાનું કામ સરદાર સેના કરશે. આ સંગઠનની મુખ્ય ટેગલાઈન છે કે - 'જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રાંત, ધર્મ અને લિંગના ભેદભાવ વગર, આવો સૌ સાથે મળીને સરદાર પટેલના સપનાનું ભારત બનાવીએ.' તેમણે અપીલ કરી હતી કે લોકો અહીં કોઈ જ્ઞાતિના થઈને નહીં પરંતુ દેશના નાગરિક અને ખેડૂત બનીને આવે. પાટીદાર આંદોલનના અનુભવો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, એક સમયે અમે સમાજની લડાઈ લડ્યા હતા, પણ હવે સમય આવી ગયો છે કે અમે સર્વ સમાજ, ગુજરાત અને દેશ માટે લડાઈ લડીએ. આંદોલનના અનુભવોથી અમે શીખ્યા છીએ કે સરકારના અત્યાચાર સામે કેવી વ્યૂહરચના બનાવવી. સરકાર જે ભાષામાં સમજશે તે ભાષામાં જવાબ આપવામાં આવશે.#MorbiUpdate #SardarSena #MorbiNews #NileshErvadiya #ChiragPatel #FarmersRights #Morbi #Gujarat