સજનપર નજીક આવેલા વિલામાં કચ્છ રેન્જ IGની ટીમે ત્રાટકીને નવેક લોકોને અંદાજે રૂ.20 લાખથી વધુની રોકડ સાથે પકડ્યા હોવાની પ્રાથમિક માહિતીટંકારા : ટંકારા તાલુકામાં કચ્છ રેન્જ આઈજીની ટીમે રાત્રીના સમયે હાઈપ્રોફાઈલ જુગરધામ ઉપર દરોડો પાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દરોડામાં નવેક જેટલા લોકોને રૂ.20 લાખથી વધુની રોકડ સાથે પકડવામાં આવ્યા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સજનપર ગામ નજીક આવેલા એક વિલામાં ધમધમતા હાઈ-પ્રોફાઈલ જુગારધામ પર કચ્છ રેન્જ IGની ટીમે ઓચિંતો દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં લાખો રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા 9 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસની રેડ દરમિયાન જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસને જોઈને કેટલાક આરોપીઓએ પોતાની પાસે રહેલી રોકડ રકમ પાણીના ટાંકામાં ફેંકી દીધી હોવાની ચર્ચા છે. જોકે, પોલીસે સતર્કતા દાખવીને પાણીમાંથી પણ તમામ રોકડ અને મુદ્દામાલ સહીસલામત કબજે કરી લીધો હતો. સ્થળ પરથી 20 લાખથી વધુની રોકડ, લક્ઝરી કારો અને મોબાઈલ ફોન સહિતનો લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આ તમામ વિગતો સુત્રોમાંથી મળી છે. આ મામલે ટંકારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા આ મામલે કોઇ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ જ વિગતો સામે આવશે.#MorbiUpdate #MorbiNews #Tankara #MorbiPolice #GamblingRaid #KutchRangeIG #CrimeNews #GujaratPolice