ખાનગી કંપનીની વીજ લાઈનના વિરોધમાં 3 ખેડૂત પુત્રો અને 15 બહેનો પ્રતિક ઉપવાસમાં જોડાયામોરબી : મોરબી નજીક જેતપર ખાતે ખાનગી કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનો આક્રોશ સતત જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા પોતાના હકોની લડાઈ માટે અહી 'ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી' શરૂ કરવામાં આવી છે. તારીખ 19-7-2026 ના રોજ આ સત્યાગ્રહમાં ગાળા, વાઘપર અને જીકિયારી ગામના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.ખાનગી કંપનીની મનમાની અને ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈન સામે ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં આજે 3 ખેડૂત પુત્રો અને 15 બહેનોએ પ્રતિક ઉપવાસ પર બેસીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા ખેડૂતો અને મહિલાઓએ મંડપ નીચે બેસીને રામધૂન બોલાવી હતી અને શાંતિપૂર્ણ માર્ગે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. આ આંદોલનમાં ગ્રામજનોનો મોટો ટેકો મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો છાવણીની મુલાકાત લઈ રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #Jetpar #KhedutSatyagraha #FarmersProtest #GujaratFarmers #KhedutAndolan #Magala #Vaghpar #Jikiyari