સેશન્સ કોર્ટે ગુન્હાની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાને રાખી આરોપી રમેશ અઘારાના જામીન નામંજૂર કર્યામોરબી : મોરબીમાં જમીનના સોદાના બહાને મુસ્લિમ પ્રૌઢનું અપહરણ કરી, હત્યા નીપજાવી પુરાવાનો નાશ કરવા લાશને દાટી ઉપર કોંક્રિટનું ધાબું બનાવી દેવાના ચકચારી ગુન્હામાં સેશન્સ કોર્ટે સહઆરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. શું હતો સમગ્ર બનાવ?મોરબી સિટી 'બી' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 26/02/2026 ના રોજ રિયાઝભાઈ તાજમહમદભાઈ ભટ્ટી (મિયાણા) એ ફરિયાદ નોંધાવી હતી જે મુજબ, આરોપીઓએ પૂર્વયોજિત ગુન્હાહિત કાવતરું રચી ફરિયાદના પિતા તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને બોલાવ્યા હતા. ત્યારબાદ 19/02/2026 ના રોજ તેઓને ભડીયાદ ખાતે ફાર્મ હાઉસમાં લઈ જઈ, અટકાયતમાં રાખી મારકૂટ કરી મોત નીપજાવ્યું હતું. હત્યા કર્યા બાદ લાશને શિવાય કોલ નામના કારખાને લાવી, જેસીબી વડે ખાડો ખોદી, ડીઝલ છાંટી સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ખાડા પર સિમેન્ટ કોંક્રિટનું પાકું ધાબું બનાવી દીધું હતું. આ ગુન્હામાં પોલીસે આરોપીઓ (1) બાલુભાઈ થોભણભાઈ અઘારા (2) જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા (3) રમેશભાઈ અરજણભાઈ અઘારા (4) વિશાલ રમેશભાઈ વાગડીયા (5) ભાવેશ થોભણભાઈ અઘારા (6) જયદીપભાઈ કાનાભાઈ સેરસીયા અને (7) થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે ગુન્હો નોંધી ચાર્જશીટ રજૂ કર્યું હતું.સહઆરોપીએ જામીન માટે કરી હતી અરજીઆ બનાવના સહઆરોપી રમેશ અરજણભાઈ અઘારાએ મોરબીની સેશન્સ અદાલત સમક્ષ જામીન અરજી કરી હતી. જેમાં તેણે પોતાની સામે કોઈ પુરાવા ન હોવાનું અને ફરિયાદ ખોટી હોવાનું જણાવી જામીન મુક્ત કરવા દાદ માંગી હતી.પોલીસ અને સરકારી વકીલે કર્યો ઉગ્ર વિરોધમોરબી સિટી 'બી' ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાએ સરકાર પક્ષે સોગંદનામું રજૂ કરી જામીનનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશ સળગાવી દાટી દેવા જેવું ગંભીર કૃત્ય આચર્યું છે. જ્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ગુમસુદા તપાસ દરમિયાન આરોપી બાલુભાઈ થોભણભાઈ અઘારાએ ગુન્હાની કબૂલાત કરી હતી, જેના આધારે એફએસએલ, એલસીબી, ફાયર બ્રિગેડ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ખાડો ખોદીને મૃતદેહના અવશેષો બહાર કઢાયા હતા. મૂળ ફરિયાદીના ખાનગી વકીલે પણ લેખિત વાંધાઓ રજૂ કરી જામીન અરજી રદ કરવા માંગ કરી હતી.કોર્ટે જામીન અરજી નામંજૂર કરીપક્ષકારોની દલીલો અને કેસની ગંભીરતા તેમજ ગુન્હો આચરવાની ક્રૂર રીતને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયના હિતમાં યોગ્ય ન જણાતા વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરી સહઆરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી તથા મદદમાં વિક્રમ નાડાર, પ્રશાંત સીંધવ તેમજ મોરબીના જીતેન્દ્ર અગેચાણીયા રોકાયા હતા, જ્યારે સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #MorbiNews #MorbiMurderCase #BDivisionPolice #MorbiCourt #BailRejected #CrimeNews #TajmahamadBhatti #LegalUpdate