રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે માલગાડીની અડફેટે આવી જતા 29 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો: રેલવે પોલીસે તપાસ હાથ ધરીહળવદ : આજે સવારે હળવદ તાલુકાના કવડીયા ગામના પાટિયા સામેથી પસાર થતી રેલવે લાઈન પર એક અકસ્માત સર્જાયો હતો. રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક યુવાનનું માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કવડીયા ગામમાં રહેતા અશોકભાઈ ધીરુભાઈ ચારોલા (ઉંમર વર્ષ 29) આજે સવારે રેલવે પાટો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી માલગાડીની અડફેટે તેઓ આવી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચલાવી રહી છે. યુવાનના આકસ્મિક મોતથી પરિવાર અને સમગ્ર કવડીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.#MorbiUpdate #HalvadNews #TrainAccident #Morbi #GujaratNews #Kavadiya #AccidentNews