19 જુલાઈના રોજ સંદલ પોશી, ન્યાઝ અને વાઈઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશેમોરબી : શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા અહેમદશાહ (ર.અ.)નો ઉર્ષ મુબારક દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બહુ જ શાનદાર રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તારીખ 19/07/2026 ને રવિવાર અને મુસ્લિમ ચાંદ (3) સફરના રોજ આ ઉર્સ મુબારક હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખાસાંજે 4:00 વાગ્યે: શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે.સાંજે 5:00 વાગ્યે: આમ ન્યાઝ (મહાપ્રસાદ) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ન્યાઝ શરીફમાં ભાઈઓ માટે બાવા અહેમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના (મેમણ શેરીની બાજુમાં) ખાતે વ્યવસ્થા રાખવામાં આવી છે.રાત્રે 10:30 વાગ્યે: વાઈઝ શરીફનો નૂરાની જલસો રાખવામાં આવ્યો છે, જેમાં બાવા અહેમદશાહ મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી તકરીર પેશ કરશે.જાહેર આમંત્રણઆ મુબારક મોકા ઉપર પધારવા માટે તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ બાવા અહેમદશાહ ગ્રુપ અને બાવા અહેમદશાહ મસ્જિદ દરગાહના ટ્રસ્ટીઓ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BawaAhmedShah #UrsMubarak #MuslimCommunity #MorbiNews