સોસાયટીના મુખ્ય રસ્તા પર પરવાનગી વગર જ 5 ઇંચની દીવાલ બનાવી લેવાતા રહીશોની મહાપાલિકાને રજુઆતમોરબી: મોરબીના શનાળા રોડ પર કેનાલ પાસે આવેલી ઉમિયા પાર્ક સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આગળના ભાગમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અંગે મોરબી મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, ભોલે બેકરીની બાજુમાં, ઉમિયા સર્કલથી ગોકુલ મથુરા રોડ તરફ જવાના માર્ગ પર સોસાયટીના આગળના ભાગમાં કેટલાક લોકો દ્વારા મુખ્ય રસ્તા પર 4 દિવસથી ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી દેવાયું છે. આ બાંધકામ મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના મુખ્ય એન્ટ્રી ગેટ પાસે 5 ઇંચની પડદી (દીવાલ) બનાવીને કરાયેલું આ બાંધકામ અત્યંત જોખમી છે, જેના કારણે સ્થાનિક રહીશોની અવરજવર અને વાહનો નીકળવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે.આ બાબતે સોસાયટીના સભ્યો દ્વારા 15 જુલાઈ 2026ના રોજ મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસરને લેખિતમાં અરજી ઇનવર્ડ કરાવવામાં આવી હતી. આ અરજીની નકલ મહાનગરપાલિકાના કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ મોકલવામાં આવી છે.સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકામાં આ અરજી ઇનવર્ડ કરાવ્યાને 2 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી સ્થળ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. સોસાયટીના રહીશોએ આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અટકાવીને દબાણ દૂર કરવાની ઉગ્ર માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #IllegalConstruction #Encroachment #MorbiNews #PublicIssue #UmiyaPark