હળવદ : હળવદ - મોરબી હાઇવે પર ચરાડવા નજીક દેવીપુર પાસે ખાનગી સ્કૂલની બસ ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં આઠ બાળકોને ઇજાઓ પહોંચતા મોરબી અને હળવદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત વિગતો મુજબ આજે શનિવારે સવારના સમયે બ્રિલિયન્ટ સ્કૂલની બસ મોરબી - હળવદ હાઇવે પર બાળકોને લઈ ચરાડવા તરફ જતી હતી ત્યારે સ્કૂલ બસ આગળ જતા ટ્રકના ઠાઠાના ભાગમાં ઘુસી જતા હાઇવે પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતમાં સ્કૂલ બસમાં રહેલા આઠ વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી.જેમાં ઇજાગ્રસ્ત છ બાળકોને ચરાડવા ખાતે તેમજ 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી રિફર કરાયા હોવાનું સામે આવ્યું છે.