સંસ્કૃત બોર્ડની શતસુભાષિતપંડિત યોજનાને મળ્યો વેગ: 12 થી 80 વર્ષના લોકો ઓનલાઈન ક્લાસમાં જોડાયામોરબી: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2025 થી સંપૂર્ણ ગીતા યાદ કરનારને ગીતાભૂષણઃ તેમજ સંસ્કૃતના 100 સુભાષિત યાદ કરનારને શતસુભાષિતપંડિતઃ એવોર્ડ આપવામાં આવે છે. મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ખાંડેકાએ ગત વર્ષે ગાંધીનગર મુકામે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ તેમજ વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે આ બન્ને રાજ્યકક્ષાના એવોર્ડ મેળવ્યા હતા.આ પરંપરા સતત ચાલતી રહે અને સંસ્કૃત ભાષાનો પ્રચાર થાય તે હેતુથી તેઓએ મે 2026 ના વેકેશન દરમિયાન ગૂગલ મીટ દ્વારા 100 સુભાષિત શીખવાડવા માટે ઓનલાઈન અભ્યાસ વર્ગ શરૂ કર્યા હતા. આ પ્રથમ વર્ગમાં 30 થી પણ વધારે પ્રતિભાગીઓ જોડાયા હતા. 2 માસના અંતે 17 થી વધારે સહભાગીઓએ 100 સુભાષિત મોઢે યાદ કરીને આ વર્ગને સફળ બનાવ્યો છે.આ ઓનલાઈન વર્ગની વિશેષતા એ હતી કે તેમાં 12 વર્ષના બાળકોથી લઈને 80 વર્ષના વડીલો જોડાયા હતા. આ ઉપરાંત ગુજરાત અને મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો ટેકનોલોજીના માધ્યમથી જોડાયા હતા. જેમાં સુરતથી સુરેશભાઈ ગાંધી, અમિતાબેન શુક્લા, હિરણ્યાબેન શુક્લા, શીતલબેન મુનીમ, અનસૂયાબેન શાહ અને મુસ્કાન શાહ, અમદાવાદથી જાગૃતિબેન ઠાકર તેમજ રેની પંચાલ, રાજકોટથી ગીતાબેન પટવારી, જ્યોત્સનાબેન આભાની, ચૌહાણ સેજલ તેમજ ફાતેમા પ્રેસવાલા જોડાયા હતા.જ્યારે બોટાદથી ચૌહાણ ચંદન, ચૌહાણ તેજલ, ચૌહાણ અક્ષિતા, ચૌહાણ દીપિકા, રાઠોડ રિદ્ધિ, રાઠોડ પૂજા, મોરબીથી દ્રષ્ટિ ત્રિવેદી અને દૂર્વા વરણવા, ડાકોરથી આરાધ્યા રાજગોર તેમજ મુંબઈથી હિશા જોશી ઓનલાઈન ક્લાસમાં જોડાયા હતા. આ ક્લાસમાં પ્રાથમિક, માધ્યમિક, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સદ્ગૃહસ્થો પણ જોડાયા હતા અને તેઓ આ વર્ષની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શતસુભાષિતપંડિતઃ ની ડિગ્રી મેળવશે. ધવલભાઈ ખાંડેકાએ આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, ગુરુજનો, સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તેમજ સંસ્કૃત સમાજને અર્પણ કર્યો છે.#Morbi #MorbiUpdate #Sanskrit #SanskritBoard #GyanYagna #SanskritTeacher #ShatSubhashitPandit #OnlineClasses #EducationNews #MorbiNews