12.01 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને મળશે રહેવાની ઉત્કૃષ્ટ સુવિધા: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યામોરબી: મોરબી જિલ્લામાં કૌશલ્યલક્ષી શિક્ષણ અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિયાન અંતર્ગત મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે 12.01 કરોડના ખર્ચે નવા બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.મંત્રીઓના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્નશ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આ હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દૂર-દૂરથી આવતા વિદ્યાર્થીઓને થશે મોટો લાભITI ખાતે નિર્માણ પામનાર આ હોસ્ટેલથી ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાંથી ટેકનિકલ કૌશલ્યનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી શૈક્ષણિક રાહત અને સુવિધા મળશે. વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.ગરિમામય ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, રોજગાર અને તાલીમ વિભાગના અધિકારીઓ, સંસ્થાના પ્રિન્સિપાલ માયાબેન પટેલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી તથા સ્થાનિક પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #ITI #MorbiNews #Education #Development #GujaratGovernment #SkillsDevelopment #Infrastructure