ડો. ચતુરભાઈ ચરમારીએ સામાજિક કાર્યોમાં સમય ફાળવવા સ્વેચ્છાએ રાજીનામું આપ્યુંહળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદેથી ડો. ચતુરભાઈ મગનભાઈ ચરમારીએ આજે રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને લેખિતમાં સોંપી દીધું છે.ડો. ચતુરભાઈ ચરમારીએ પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધી પક્ષ દ્વારા સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં તેઓ પોતાના સામાજિક સંગઠનની પ્રવૃત્તિઓ અને સમાજ સેવાના કાર્યોમાં વધુ સમય ફાળવવા માંગતા હોવાથી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે. વધુમાં તેમણે ભાજપમાં કામ કરવા દરમિયાન પ્રમુખ તથા સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તરફથી મળેલા સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવા પત્રમાં વિનંતી કરી છે.#MorbiUpdate #Halvad #BJP #GujaratNews #MorbiPolitics #Resignation #BakshipanchMorcha