વીજલાઈન વળતર સહિતના ખેડૂતોના પ્રશ્નોને લઈ નિલેશ એરવાડિયાની આગેવાનીમાં સંમેલનનું આયોજનમોરબી : મોરબીમાં રવાપર ચોકડી પાસે સરદાર સેના-ગુજરાત આયોજિત કિસાન સંમેલન શરૂ થઈ ચૂક્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આરતી કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. હવે સ્ટેજ ઉપરથી એક પછી એક આગેવાનો લડત આગળ ધપાવવા અંગે પોતાના અભિપ્રાયો આપવાના છે. વીજલાઈનના વળતર અંગે સરકારે જાહેર કરેલો નવો ઠરાવ ના મંજુર હોવાની સાથે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને લડત આપવા તાજેતરમાં નિલેશ એરવાડિયાએ સરદાર સેના બનાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ સરદાર સેના બનાવીને આજે રવાપરમાં કિસાન સંમેલન યોજવામાં આવી રહ્યું છે. આ સંમેલન રાત્રીના 9:30 વાગ્યે શરૂ થઈ ગયું છે. અહીં આ કાર્યક્રમમાં નિલેશ એરવાડિયા, કારુંભાઈ અમૃતિયા, નિલેશ અઘારા, પાટીદાર આંદોલનના ચિરાગ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નિલેશ એરવાડિયા દ્વારા સરદાર સેનાની રચનાને નવી ક્રાંતિની શરૂઆત ગણાવી હતી. ઉપરાંત તેઓએ ખેડૂતોના પ્રશ્ને ઉગ્ર લડત શરૂ કરવાનું પણ જણાવ્યું હતું.