એસઓજી પોલીસ ટીમે શંકાસ્પદ રીતે પસાર થતા બાઈક ચાલકને ઝડપી લેતા ચોરીનો ભેદ ખુલ્યામોરબી : મોરબી એસઓજી ટીમે માળીયા મિયાણા તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન માળીયા ત્રણ રસ્તા નજીક શંકાસ્પદ રીતે નંબર વગરના કાળા કલરના મોટરસાયકલ સાથે નીકળેલા શખ્સને અટકાવી પૂછપરછ કરતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી આગવી ઢબે પૂછતાછ કરતા બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો હતો.મોરબી એસઓજી ટીમે માળીયા મિયાણા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ત્રણ રસ્તા નજીક શંકાસ્પદ રીતે પસાર થતા આરોપી અસ્લમ ઉસ્માન જામ ઉં.32 રહે. જુના રેલ્વે સ્ટેશન પાસે, માળીયા મિયાણા વાળાને અટકાવી પૂછતાછ કરતા આરોપી અસલમ બાઇકને કાગળો રજૂ નહિ કરતા પોકેટ કોપ એપ્લિકેશન મારફતે ચેક કરતા બાઇક ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનું જણાયું હતું. આથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ બાઇક જપ્ત કરી, આરોપીની અટકાયત કરી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી સોંપી આપ્યો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી 20 હજારની કિંમતનું બાઈક કબ્જે કર્યું હતું.