રોડની કડના કારણે વાહનચાલકો માટે જીવનું જોખમ, વધુ એક વાહનને અકસ્માત નડતા લોકોમાં રોષમોરબી : મોરબી નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર તંત્રની ઘોર બેદરકારીના કારણે સતત ત્રીજા દિવસે વધુ એક અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપર ગામ પાસે રોડની કડ (કિનારી) અત્યંત ખરાબ અને ભયજનક હોવાના કારણે એક ડમ્પર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર ધડાકાભેર પલટી મારી ગયું હતું.નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તાઓની યોગ્ય મરામત ન કરવામાં આવતા હાઈવે પરની કડ વાહનચાલકો માટે યમદૂત બની રહી છે. જેના પરિણામે છેલ્લા 3 દિવસથી આ હાઈવે પર સતત અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. લાલપર નજીક સર્જાયેલા આ અકસ્માતમાં ડમ્પર પલટી ખાઈ જતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની આ લાપરવાહી કોઈનો જીવ લઈને જ રહે તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ કરવામાં આવે અને રસ્તાની કડ લેવલમાં કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiNews #Accident #MorbiHighway #Lalpar #NationalHighway #RoadSafety #GujaratNews #TrafficUpdate #Morbi