મોરબી : મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા ફરિયાદી આરીફભાઈ હાજીભાઈ જામ ઉ.25 નામના યુવકને કામે આવવા બાબતે આરોપી ઇકબાલભાઈ ઉમરભાઈ જામે ગાળો આપી ઢીકા પાટુનો માર મારી દીવાલ સાથે માથું ભટકાવતા આરીફભાઈને નેણ પર ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.