તંત્ર દ્વારા કોઈ કારણોસર રોડ બંધ કરી દેવાતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા : એમ્બ્યુલન્સ પણ ફસાઈ મોરબી : મોરબીના નેશનલ હાઈવે પર આવેલી હોટેલ ઓનેસ્ટ પાસે તંત્ર દ્વારા કોઈ કારણોસર રોડ બંધ કરી દેવામાં આવતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામના કારણે લાલપરથી લઈને જાંબુડિયા સુધી વાહનોની કતારો જામી છે. આ ટ્રાફિક જામમાં દર્દીઓની સેવા માટે દોડતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. રસ્તા પર વાહનો થંભી જતાં વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ અહીં રોડ ક્યાં કારણોસર બંધ કરવામાં આવ્યો છે તે અંગે કઈ વિગતો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી.#Morbi #TrafficJam #MorbiUpdate #NationalHighway #HighwayAuthority #MorbiNews #Gujarat