નાના દેવળીયા, મોટા દેવળીયા અને ગોકુળીયા ગામના અંદાજે 400 ખેડૂતોની ઉપસ્થિતિ: બહારગામના લોકો માટે રસોડું શરૂ કરાયુંમોરબી: મોરબીના જેતપર મુકામે ચાલી રહેલ વીજ પોલ વળતર સત્યાગ્રહ વધુ વેગવંતો બની રહ્યો છે. આજે તારીખ 17-7-2026ના રોજ યોજાયેલા પ્રતીક ઉપવાસના કાર્યક્રમમાં 15 બહેનો અને 11 ભાઈઓ જોડાયા છે. આ સાથે જ આસપાસના 3 ગામના 400 થી વધુ ભાઈઓ તથા બહેનો છાવણી ખાતે આવી પહોંચ્યા છે. આંદોલન સ્થળે ધૂનનો કાર્યક્રમ પણ ચાલુ રાખવામાં આવ્યો છે.આ સત્યાગ્રહમાં નાના દેવળીયા, મોટા દેવળીયા અને ગોકુળીયા ગામના લોકો આવ્યા છે. આંદોલનને વેગ આપવા માટે બહારગામથી આવતા લોકો માટે આજથી રસોડું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજથી છાવણી ફરી એકવાર પુરા જોશ સાથે ધમધમી ઉઠી છે, જ્યાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ રાખવામાં આવી રહ્યા છે.આ અંગે સત્યાગ્રહ સમિતિના સભ્ય નીકેત પંચાસરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, છાવણી શરૂ કરવામાં આવી ત્યારથી જ પ્રતીક ઉપવાસ અવિરત ચાલુ છે. સામાન્ય રીતે ગામના 20 થી 25 લોકો રોજ પ્રતીક ઉપવાસ પર બેસે છે, પરંતુ આજે અન્ય બહારગામના લોકો પણ મોટી સંખ્યામાં આવીને આ સત્યાગ્રહમાં જોડાયા છે.#MorbiUpdate #Jetpar #MorbiNews #Satyagraha #FarmersProtest #Morbi