યુવા આપદા મિત્ર પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા: વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યામોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજે 17/07/2026 ના રોજ એન.એસ.એસ (NSS) યુનિટ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વયંસેવકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો અને યુવા આપદા મિત્ર પ્રશિક્ષણ શિબિરમાં તાલીમ મેળવનાર બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.ગત તારીખ 02/01/2026 થી 08/01/2026 દરમિયાન યોજાયેલી યુવા આપદા મિત્ર પ્રશિક્ષણ શિબિરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સ્વયંસેવિકા બહેનોને આ કાર્યક્રમમાં સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર આયોજન કોલેજના અધ્યક્ષ પ્રા. કે. આર. દંગીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. રેખાબેન કચોરિયાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડૉ. રામભાઈ વારોતરિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને એન.એસ.એસ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.એન.એસ.એસમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન ઉત્સાહભેર અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર તમામ સ્વયંસેવકોની સુંદર કામગીરીને બિરદાવીને પ્રા. કે. આર. દંગીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્વયંસેવિકાઓ આરતી, અંજલી અને પ્રગતિએ પોતાના એન.એસ.એસના અનુભવો મંચ પરથી ઉપસ્થિતો સમક્ષ રજૂ કર્યા હતા. ત્યારબાદ અગાઉના વર્ષોમાં એન.એસ.એસ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ધ્રુવે આગામી વર્ષમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી અને અંતમાં આભાર વિધિ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડૉ. કવિતાબા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.#MorbiUpdate #Morbi #UNMehtaArtsCollege #NSS #NSSVolunteers #YouthApdaMitra #CertificateDistribution #MorbiNews #EducationNews