યુગ અઘારાએ 626 અને શ્રુતિ સરસાવાડીયાએ 601 ગુણ મેળવી મોરબી કેન્દ્રમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુંમોરબી : 'સર્વ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવું એ જ્યાં પરંપરા બની જતી હોય ત્યાં રિઝલ્ટ હંમેશા રેકોર્ડ સર્જનારું જ હોય છે.' આ ઉક્તિને મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલે સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં જાહેર થયેલા NEET 2026 ની પરીક્ષાના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓએ યશસ્વી સિદ્ધિ મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. સ્વપ્નાઓથી સફળતા સુધીની સફર કરાવતી આ શાળાએ ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠત્વ સાબિત કર્યું છે.600 થી વધુ ગુણ મેળવીને વિદ્યાર્થીઓ મોખરેશાળામાં નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થી યુગ ચંદ્રકાંતભાઈ અઘારાએ 626 ગુણ પ્રાપ્ત કર્યા છે. તેણે 99.7945892 PR સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 4062 અને GENERAL-EWS કેટેગરીમાં 394 મો રેન્ક પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત, અન્ય એક તેજસ્વી વિદ્યાર્થિની શ્રુતિ મહેશભાઈ સરસાવાડીયાએ 601 ગુણ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. મોરબી સેન્ટરમાં અભ્યાસ કરતા અને 600 કે તેથી વધુ ગુણ મેળવતા વિદ્યાર્થીઓમાં નિર્મલ સાયન્સ સ્કૂલના આ બંને વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સિવાય અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કર્યા છે.સખત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનનું પરિણામવિદ્યાર્થીઓની આ ઐતિહાસિક સિદ્ધિ તેમના સતત અને સખત પરિશ્રમ, વિષય શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવેલ સચોટ માર્ગદર્શન તેમજ વાલીઓના સહયોગનું સંયુક્ત પરિણામ છે. આ ભવ્ય સફળતાથી નિર્મલ સાયન્સ સ્કૂલે મોરબી જિલ્લાને સમગ્ર ગુજરાતમાં એક ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે.સંચાલકો દ્વારા અભિનંદનશાળાના વિદ્યાર્થીઓએ મેળવેલી આ ઝળહળતી સફળતા બદલ શાળા પરિવાર વતી સંચાલક નિલેશભાઈ સી. કુંડારીયાએ સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.#MorbiUpdate #MorbiNews #NirmalScienceSchool #NEET2026 #NEETResults #EducationNewsMorbi #MorbiStudents #ProudMorbi