સામાજિક આગેવાન પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી દ્વારા જાહેરહિતમાં કરાઈ રજૂઆત: ફાટક નં. LC-21 ને તાત્કાલિક પહોળું કરવા અને વહેલા બંધ થવા અંગે તપાસની માંગમોરબી : મોરબી-મકનસર વચ્ચે આવેલ રફાળેશ્વર બાયપાસ રેલવે ફાટક નં. LC-21 પર દરરોજ સવારે અને સાંજે સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે સામાજિક આગેવાન પ્રફુલભાઈ બચુભાઈ સોલંકી દ્વારા જાહેરહિતમાં સીધી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ (PMO) માં લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ મામલે વેસ્ટર્ન રેલવે રાજકોટના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાને આગળની કાર્યવાહી માટે ધ્યાન દોરવામાં આવ્યું છે.સાંકડા ફાટકને કારણે કલાકો સુધી ટ્રાફિક જામરજૂઆતમાં જણાવ્યા મુજબ, આ માર્ગ મોરબીના ઉદ્યોગ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી ટ્રક, ડમ્પર, ટેન્કર, બસ, કાર અને ટુ-વ્હીલર સહિત મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. ફાટકની ઓછી પહોળાઈને કારણે બે ભારે વાહનો એકસાથે પસાર થઈ શકતા નથી, જેના પરિણામે ફાટક ખુલ્લું હોય તો પણ વાહનોની લાંબી કતારો સર્જાય છે. આ હાલાકીના કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, ફેક્ટરીના કર્મચારીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહે છે.નિયમ વિરુદ્ધ 20 મિનિટ પહેલા ફાટક બંધ કરાતું હોવાનો આક્ષેપસ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ટ્રેન આવવાના અંદાજે 20 મિનિટ પહેલા જ ફાટક બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વધુ ગંભીર બને છે. આ બાબતે અગાઉ ફાટક પર ઉપલબ્ધ Complaint Register માં અનેક લેખિત ફરિયાદો કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.અરજીમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ: • રેલવે ફાટક નં. LC-21 ને તાત્કાલિક પહોળું કરવામાં આવે. • ફાટકની બંને બાજુના એપ્રોચ રોડનું વિસ્તરણ કરવામાં આવે. • નિયત સમય કરતાં પહેલા ફાટક બંધ કરી દેવાતા હોવાની બાબતે ઉચ્ચસ્તરીય તપાસ થાય.• complain register મા થયેલી ફરિયાદોની યોગ્ય તપાસ કરી નિકાલ કરવામાં આવે તેમજ જવાબદારી નક્કી કરવામાં આવે. • પીક અવર્સ દરમિયાન સર્જાતી સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સંયુક્ત સર્વે કરવામાં આવે.#Morbi #Rafaleshwar #TrafficJam #RailwayCrossing #PMOIndia #WesternRailway #MorbiNews #MorbiUpdate #PublicGrievance #RajkotRailway