ખેડૂત મુદ્દા, ટિકિટ વહેંચણી અને સંગઠનના કામકાજથી નારાજગી બાદ ભાજપને અલવિદા; મોટી સંખ્યામાં કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયામોરબી: ટંકારા તાલુકા ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ટંકારા ભાજપના પૂર્વ તાલુકા અધ્યક્ષ સહિત અનેક આગેવાનોએ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે.કોંગ્રેસમાં જોડાનાર આગેવાનોમાં ટંકારા ભાજપના પૂર્વ તાલુકા અધ્યક્ષ નથુ કડીવાર, ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ લાલજી દેત્રોજા અને તાલુકા કોષાધ્યક્ષ ઉમેશ ગોહિલનો સમાવેશ થાય છે. તેમની સાથે અન્ય કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.ભાજપ છોડવાના કારણ તરીકે ખેડૂત પ્રશ્નો, ટિકિટ વહેંચણીમાં અસંતોષ તેમજ સંગઠનના કામકાજ પ્રત્યેની નારાજગી દર્શાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નારાજ આગેવાનોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ રાજકીય ફેરબદલને કારણે ટંકારા સહિત મોરબી જિલ્લાના રાજકીય માહોલમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.#MorbiUpdate #MorbiNews #Morbi #Tankara #BJP #Congress #GujaratPolitics #PoliticalNews